Home> Gujarat
Advertisement
Prev
Next

Bulldozer Action: સજ્જુ કોઠારીએ પચાવી પાડેલી મિલકતને સુરત પોલીસે છોડાવીને મૂળ માલિકને પરત કરી

Surat Police Bulldozer Action : ગુજસીટોકનો આરોપી સજજુ કોઠારી જેલના સળિયા પાછળ હોવાને કારણે તેને લઈને લોકોમાં ભય ઓછો થયો છે. જમરૂખ ગલીમાં કોઠારીયાના ભાઈઓ દ્વારા ગેરકાયદેસર રીતે કબજો જમાવી મિલકતને લઈને અરજી મળી હતી

Bulldozer Action: સજ્જુ કોઠારીએ પચાવી પાડેલી મિલકતને સુરત પોલીસે છોડાવીને મૂળ માલિકને પરત કરી

ચેતન પટેલ/સુરત :સુરત પોલીસ દ્વારા સતત અસામાજિક તત્વો પર બુલડોઝર ફેરવી રહ્યું છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માથાભારે એવા સજ્જુ કોઠારીની વધુ એક ગેર કાયદે પચાવી પાડેલ મિલકત મુખ્ય અરજદારને પરત કરી હતી. સજજુ કોઠારી માથાભારે હોવાથી તેની સામે કોઈ ફરિયાદ કરી રહ્યું ન હતું. પરંતુ આખરે તે જેલના સળિયાની પાછળ જતાં તેની કબજે કરાયેલી મિલકતના મૂળ માલિક દ્વારા ફરિયાદ કરાતા ક્રાઈમ બ્રાન્ચે તેને તેની મિલકતનો કબજો પરત સોંપ્યો હતો.

fallbacks

સુરત ક્રાઇમબ્રાન્ચ દ્વારા થોડા દિવસ પહેલા જ માથાભારે અને અસામાજિક તત્વ તરીકે જાણીતા સજ્જુ કોઠારીના ઘર પર બુલડોઝર ફેરવાયું હતું અને તેની ધરપકડ કરી તેને જેલભેગો પણ કર્યો હતો. સજ્જુ કોઠારીએ સ્થાનિક વિસ્તારમાં ધાક ધમકી આપી અનેક મિલકતો પચાવી પાડી હોવાની ફરિયાદો મળી હતી. દરમિયાન અનિલભાઈ મુરલીભાઈ છટવાણીની નાનપુરા જમરુખ ગલી ખાતે આવેલ મિલકત વોર્ડ નં .1 અ તથા બમાં ભૂતકાળમાં અરજદારનો પરિવાર સિંધ બેકરી ચલાવતો હતો. આ મિલકતમાં સિંધ બેકરીના ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. તેમની સિંધ બેકરી બંધ થઈ જતાં આ મિલકત બંધ રહેતી હતી. જેથી તેમાં તે વિસ્તારના માથાભારે સજ્જુ કોઠારી તથા તેના ભાઈઓએ 2015થી આ કાચા અમલાવાળી ઈમારતનો ગેરકાયદે કબજો કરી લીધેલો હતો.

આ પણ વાંચો : મધ જેવા મીઠા હોય આ ગામના તરબૂચ, ચીનના બીજથી ખેતી કરે છે ખેડૂતો

તાજેતરમાં સજ્જુ કોઠારી વિરુદ્ધમાં ગુજસીટોક અને લેન્ડ ગ્રેબિંગના ગુનાઓ દાખલ થતાં પોલીસે તેની ધરપકડ કરેલા હોવાની જાણ થતા અનિલભાઈએ પોલીસ કમિશનરને મળી આ બાબતેની એક લેખિત અરજી તપાસ માટે આપેલી. જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવેલી હતી. ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરતા સામાવાળાઓને લેન્ડ ગ્રેબિંગનો બીજો દાખલ થશે તે અંગેની ખબર પડી જતાં તાત્કાલિક આ ગેરકાયદેસર કબ્જે કરેલ જગ્યાનો કબજો ખાલી કરી દીધો હતો. તેમાંથી તેમનો સામાન ખસેડી લેવાયો હતો. 

આ પણ વાંચો : ગુજરાતમાં ભીષણ ગરમીની આગાહી, મે મહિનામાં ફરવા જવાના હોય તો આ ચેતવણી વાંચી લેજો

ક્રાઇમબ્રાન્ચે સ્પોટ પર પહોંચી અનિલભાઈને તેમની જમરુખ ગલીવાળી મિલકતનો કબજો તેમને સોંપી દીધો હતો. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું કે, ગુજસીટોકનો આરોપી સજજુ કોઠારી જેલના સળિયા પાછળ હોવાને કારણે તેને લઈને લોકોમાં ભય ઓછો થયો છે. જમરૂખ ગલીમાં કોઠારીયાના ભાઈઓ દ્વારા ગેરકાયદેસર રીતે કબજો જમાવી મિલકતને લઈને અરજી મળી હતી. ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરતા અરજદારને પોતાની મિલકતનો કબજો પરત મળી ગયો છે. જોરદારને મિલકત મળ્યા પછી પણ સજજુ કોઠારી કે અન્ય કોઈ ઈસમ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવશે તો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા યોગ્ય પગલાં લેવાશે તેવી પણ બાહેધરી અરજદારને આપવામાં આવી છે. જેથી શહેરમાં આવવા માથાભારે તત્વોની સામે લોકો ભયમુક્ત રહે.

આ પણ વાંચો : 

ગુજરાતના છેવાડાના માનવી કષ્ટ વેઠીને મેળવે છે પાણી, બન્નીના રહેવાસીઓ પાણી માટે હિજરત સિવાય કોઈ વિકલ્પ નથી 

અમદાવાદની ગરમીનો ટેસ્ટ, 4 અલગ વિસ્તારમાં ગરમીનો પારો અલગ નીકળ્યો, જ્યાં લીલોતરી છે ત્યાં ગરમી ઓછી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More